Hot Posts

6/recent/ticker-posts

ગુજરાતમાં HTAT શિક્ષકોની બદલીને લઈ કાર્યવાહી શરૂ, શિક્ષણ વિભાગે કહ્યુ સત્વરે દરખાસ્ત રજુ કરો

ગુજરાતમાં HTAT શિક્ષકોની બદલીને લઈ કાર્યવાહી શરૂ, શિક્ષણ વિભાગે કહ્યુ: સત્વરે દરખાસ્ત રજુ કરો 


ગુજરાતમાં HTAT શિક્ષકોની બદલીને લઈને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગયા મહિને HTAT મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા.

 ગયા મહિને ગુરુ પૂર્ણિમા પર ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા HTAT મુખ્ય શિક્ષકોને ભેટ આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા HTAT મુખ્ય શિક્ષકો માટે એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં HTAT શિક્ષકોની બદલીને લઈને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષકોની બદલી માટે સમયપત્રક બનાવવા સૂચના આપવામાં આવી છે.

આપની માટે 5 મહત્વપૂર્ણ આર્ટિકલ 

  • સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે મુખ્ય શિક્ષકોનું મહેકમ 31 જુલાઈની સ્થિતિએ નિશ્ચિત કરવામાં આવે. સાથે જ શિક્ષણ વિભાગે નિયામકને બદલી માટે સમયપત્રક બનાવવા સૂચના આપી છે. જણાવી દઈએ કે 14 વર્ષ પછી HTAT શિક્ષકોની બદલીના નિયમ જાહેર થયા. ઉલ્લેખનીય છે કે ગુરુપૂર્ણિમાના દિવસે મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર થયા હતા. આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પણ જાણકારી આપી હતી.

tracher transfer notification

  • બાલવાટીકાથી ધોરણ-5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
  • ધોરણ 6થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
  • બાલવાટીકાથી ધોરણ-8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
  • જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે.
  • જિલ્લાફેર બદલની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે. 50 ટકા જગ્યાઓ અગ્રતાથી અને 50 ટકા શ્રેયાનતાથી ભરવાની રહેશે.

teacher transfer rule 1teacher transfer rule 2PROMOTIONAL 13

  • તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/રાજય સુરક્ષા ઠેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નીની બદલીઓ, રાજયના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી/કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નિની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે.

દ૨ વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે.

  • જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય, તો તેઓને પ્રથમ પગા૨કેન્દ્રની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ૫૨, તે પછી તાલુકાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ ૫૨, તે પછી જિલ્લાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે.
  • જિલ્લા ફેર/જિલ્લા આંતરિક અરસ પરસ બદલી માટે બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.
  • આંતરિક/જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશ: 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઇએ.




  • શિક્ષણની તમામ અપડેટ ફાસ્ટ મેળવવા માટે નીચે આપેલી ચેનલને ઓપન કરી જમણી બાજુ લખેલ follow બટન પર ક્લિક કરો*  https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y 

Post a Comment

0 Comments