OPSની માંગ સાથે શિક્ષકો ફરી આંદોલનના માર્ગે, આવતીકાલે ગાંધીનગરમાં ધરણાં
15 ઓગસ્ટ 2024, જુની પેન્શન યોજના મુદ્દે શૈક્ષિક મહાસંઘ દ્વારા આવતીકાલે મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ગત મહિને આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે રાજ્યના શિક્ષણમંત્રીની હાજરીમાં યોજાયેલી મહાસંઘની કારોબારીમાં આંદોલન કરવાનું નક્કી કરાયું હતું. જે અન્વયે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવતીકાલે શુક્રવારે ધરણાં પ્રદર્શન યોજી આંદોલનની રણનીતિ ઘડવાનું નક્કી થયું હતું. એવું પણ જાણવા મળ્યું છે કે, ગાંધીનગર પોલીસ દ્વારા ધરણાં પ્રદર્શન કે આંદોલનની પરમિશન આપવામાં આવી નથી.
શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી
- રાજ્ય સરકાર દ્વારા થયેલા સમાધાન અનુસાર અત્યાર સુધી જૂની પેન્શન યોજનાને લઈને ઠરાવ બહાર પાડવામાં આવ્યો ન હોવાથી શિક્ષકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઈને શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. જુલાઈ મહિનામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક 400થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી.
સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ
- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, તારીખ 1-4-2005 પહેલાં નિમણૂક પામેલા તથા સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને 300 રજાનું રોકડ રૂપાંતર, HTATના બદલીના નિયમો સંગઠનની માગ અનુસાર બહાર પાડવા, વિદ્યાર્થી હિતમાં શિક્ષકોની પૂરા મંજૂર મહેકમ અનુસાર કાયમી ભરતી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીના સરળ નિયમો, ભરતીનો રેશિયો 1:2 કરવો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 4200 ગ્રેડ-પે, ફાજલનું કાયમી રક્ષણ, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નો તથા તમામ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.
Ops સમાચાર અહીંયા થી જોઈ શકશો
આ પણ વાંચોઃ Gujarat Education Scandal: રાજ્યમાં 27 જિલ્લાના 151 શિક્ષકો ગેરહાજર, 60 તો વિદેશ પ્રવાસે
અલ્પાપટેલ
નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..