Hot Posts

6/recent/ticker-posts

Rakshabandhan 2024 : આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે સોમવારના રોજ ઉજવાશે, જાણો ભદ્રા અને રાખડી બાંધવાનું મુહૂર્ત

 Rakshabandhan 2024 : આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે સોમવારના રોજ ઉજવાશે, જાણો ભદ્રા અને રાખડી બાંધવાનું મુહૂર્ત


News fact news ::Rakshabandhan 2024 This year Rakshabandhan will be celebrated on August 19, Monday, know the timing of tying Bhadra and Rakhi

Rakshabandhan 2024 :વર્ષ 2024 માં આવતા રક્ષાબંધન તહેવાર ઉપર ભદ્રાનો સાયો છે, જેના કારણે ભાઈઓ અને બહેનોના મનમાં ઘણા સવાલો આવતો હશે કે બહેનો પોતાના ભાઈને રાખડી ક્યારે અને ક્યાં મુહૂર્તમાં બાંધી શકશે?.

Rakshabandhan 2024 :

  • Rakshabandhan 2024 : આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે સોમવારના રોજ ઉજવાશે, જાણો ભદ્રા અને રાખડી બાંધવાનું મુહૂર્ત
  • Rakshabandhan 2024 : રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. એટલે જ રક્ષાબંધન ઉપરાંત ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક તરીકે આ તહેવાર ભાઈબીજ તરીકે પણ ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં આવતા રક્ષાબંધન તહેવાર ઉપર ભદ્રાનો સાયો છે, જેના કારણે ભાઈઓ અને બહેનોના મનમાં ઘણા સવાલો આવતો હશે કે બહેનો પોતાના ભાઈને રાખડી ક્યારે અને ક્યાં મુહૂર્તમાં બાંધી શકશે?. તો આપ દરેકના આ સવાલનો જવાબ  આ આર્ટિકલમાં આપી રહ્યા છે કે આ રક્ષાબંધનમાં બહેનોએ ભાઈઓને રાખડી ક્યારે અને ક્યાં મુહૂર્તમાં બાંધવી અને આપણા માટે રક્ષાબંધનનું મહત્વ શું છે.

વર્ષ 2024 રક્ષાબંધનની તારીખ અને સમય

  • આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે સોમવારના રોજ ઉજવાશે. પંચાંગ અનુસાર, પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા 19 ઓગસ્ટે સવારે 03:04 AM થી શરૂ થઈ, રાત્રે 11:55 PM એ સમાપ્ત થશે. ઉદયાતિથિના પ્રમાણે, 19 ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનું શુભ મૂહૂર્ત બપોરે 1:36 PM થી શરૂ થઈ, રાત્રે 9:08 PM સુધી રહેશે, જેમાં બહેનોને 7 કલાક 32 મિનિટનો સમય મળશે તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે.

રક્ષાબંધનના દિવસે ભદ્રા અને પંચકનો સમય

  • આ વર્ષે, રક્ષાબંધનના દિવસે સવારે 05:53 AM થી બપોરે 01:32 PM સુધી ભદ્રાનો સાયો છે. ઘણા જ્યોતિષ ના જણાવ્યા મુજબ, આ વખતે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે, જે પૃથ્વી પરના કાર્યો માટે અશુભ ગણાતો નથી. પરંતુ પૃથ્વી ઉપરના શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને નજરઅંદાજ કરી શકાય નહિ. આ સાથે સાંજે 7:00 PM એ પંચકનો આરંભ થશે અને મંગળવારના દિવસે સવારે 5:53 AM અંત થશે, પરંતુ સોમવારના દિવસના કારણે આ પંચક પણ શુભ માનવામાં આવે છે.

વર્ષ 2024 રક્ષાબંધનના શુભ મુહૂર્ત

  • 19, ઓગસ્ટ, સોમવારના રોજ રક્ષાબંધનનું શુભ મુહૂર્ત બપોરના 1:36 વાગ્યાથી લઈને રાત્રીના 9:08 વાગ્યા સુધી રહેશે. આ પવિત્ર દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે કુલ 7 કલાકને 32 મિનિટનો સમય મળશે.

ત્રણ શુભ યોગો સાથે આ વર્ષે રક્ષાબંધન

  • રક્ષાબંધનના દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે: શોભન યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અને રવિ યોગ. શોભન યોગ સમગ્ર દિવસ દરમિયાન ચાલશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ સવારે 05:53 AM થી 08:10 AM સુધી રહેશે.
  • રક્ષાબંધનનો તહેવારએ બહેન અને ભાઈના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે ભાઈઓ તેમની બહેનોને રક્ષા સૂત્ર બંધાવીને ભાઈઓ પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. આ સાથે ભાઈ પોતાની લાડકી બહેનને દક્ષિણા સ્વરૂપે સહ પ્રેમ ભેટ આપે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

અલ્પાપટેલ

નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0 Comments