Hot Posts

6/recent/ticker-posts

UDID Card Online Apply: આ કાર્ડ નહીં હોય તો ઘણીબધી યોજનાના લાભથી ચૂકી જશો, ઘરે બેઠા જ આ રીતે ઓનલાઇન અરજી કરો

UDID Card Online Apply: આ કાર્ડ નહીં હોય તો ઘણીબધી યોજનાના લાભથી ચૂકી જશો, ઘરે બેઠા જ આ રીતે ઓનલાઇન અરજી કરો

UDID Card Online Apply : UDID Card કાઢવું હવે જરૂરી છે કેમ કે આ કાર્ડ તમારી પાસે હશે તો તમને ઘણી બધી સરકારી યોજનાઓના લાભ મળવા પાત્ર થશે. અને આ કાર્ડ કઢાવવા ક્યાંય સરકારી દફતરોના ધક્કા ખાવાની જરૂર નથી. ઓનલાઇન જ ઘરે બેઠા આ કાર્ડ સરળતાથી કાઢી શકાય છે. હું તમને અહીં સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી કે કેવી રીતે ઘરે બેઠા UDID Card કાઢવું.

paise-thi-paisa-magical-formula  પૈસાથી પૈસા બનાવાનો જાદુઈ ફોર્મ્યુલા: 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવાની ચાવી

ઘરે બેઠા યુડીઆઇડી કાર્ડ કાઢો | UDID Card Online Apply

મિત્રો સૌ પ્રથમ તમારા મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર માં “UDID” સર્ચ કરતા જે પેલી વેબસાઈટ દેખાઈ તેના પર ક્લિક કરવાનું રહેશે.

હવે અહી તમને “apply now” નું ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે, જેમાં નીચે મુજબની વિગતો ભરાવાની રહેશે.

Personal Details

સૌ પ્રથમ તમારે તમારી ભાષા પસંદ કરવાની રહેશે.

  1. તમારું આખું નામ
  2. પપ્પાનું નામ
  3. માતાનું નામ
  4. ઇ-મેલ આઇડી
  5. જન્મ તારીખ
  6. કેટેગરી
  7. બ્લડ ગ્રુપ
  8. મોબાઈલ નંબર
  9. જેન્ડર

જેનું UDID Card બનાવો છો તેનો તમારી સાથે સંબંધ જેમ કે ખુદ નું બનાવતા હોય તો Self અને કાકા, મામા, ભાઈ, બહેન નું બનાવતા હોય તો એ સેલક્ટ કરવાનું રહેશે.

  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • સિગ્નેચર અથવા અંગૂઠાનું નિશાન

Personal Details ના વિભાગમાં તમારે ઉપર મુજબની માહિતી દાખલ કરવાની રહેશે, હવે “optional details” નો વિભાગ આવશે જેમાં માહિતી ભરવી ફરજિયાત નથી પરંતુ તમારી પાસે તે માહિતી છે તો ભરી શકો છો.

Optional Details

  • પોતાની આવક
  • શૈક્ષણિક લાયકાત
  • બેરોજગાર છો કે નહીં

ત્યારબાદ “Proof Of Identity Card” નો વિભાગ આવશે જેમા નીચે મુજબની માહિતી દાખલ કરવાની રહેશે.

Read More:આ પણ વાંચો: 

Proof Of Identity Card

  1. તમારી પાસે જે પણ આઈડી પ્રૂફ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે જેમકે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે વગેરે
  2. સિલેક્ટ કરે આઈડી પ્રુફના નંબર
  3. સિલેક્ટ કરેલ આઈડી પ્રુફ નો ફોટો અપલોડ કરવાનો રહેશે
  4. આ કાર્ય પતી ગયા બાદ “Address For Correspondence” નો વિભાગ આવશે જેમાં નીચે મુજબની માહિતી દાખલ કરવાની રહેશે.

Read More: HDFC parivartan scholarship 2024-25: ધોરણ એક થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને ₹75,000 ની સ્કોલરશીપ, મફતમાં અરજી કરો

Address For Correspondence

  • સૌ પ્રથમ એડ્રેસ માટે કોઈ એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે એડ્રેસની માહિતી દાખલ કરવાની રહેશે જેમ કે રાજ્ય, જિલ્લો, પીન કોડ વગેરે
  • હવે તમે જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યું હતું તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
  • આ માહિતી દાખલ કર્યા બાદ “Disability Details” નો વિભાગ આવશે જેમાં તમારે નીચે મુજબની માહિતી દાખલ કરવાની રહેશે.

Disability Details

  • Disability Type મા જે પણ Disability હોય તે સિલેક્ટ કરવાની રહેશે.
  • Disability થાવાનું કારણ
  • Disability જન્મ થી છે કે નહીં તે સિલેક્ટ કરવાનું રહેશે.
  • વિકલાંગતા માટે નું સર્ટીફીકેટ છે કે નહીં

એટલું કર્યાં બાદ “Hospital For Assessment” નો વિભાગ આવશે જેમાં નીચે મુજબની માહિતી દાખલ કરવાની રહેશે.

Hospital For Assessment

  • હોસ્પિટલ કોઈ બીજા રાજ્ય કે જિલ્લામાં છે કે નહીં
  • હોસ્પિટલનું નામ
  • કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે
  • નીચે એક બોક્સ હશે તેમાં ક્લિક કરવાનું
  • ત્યારબાદ અરજી સબમિટ કરવાની રહેશે
  • સબમિટ કરતા જ તમને રેફરન્સ નંબર મળી જશે

અહીં ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ થાય છે અરજી સબમિટ કર્યા બાદ વેરિફિકેશનની પ્રોસેસ થશે ત્યારબાદ પોસ્ટ દ્વારા તમારું UDID Card મોકલવામાં આવશે. હવે તમારે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય તો નીચે મુજબ કરી શકો.

અરજીનું સ્ટેટસ ચેક કરવું

  • હોમ પેજ પર આવવાનું રહેશે
  • અહીં “Track Your Application” પર ક્લિક કરો
  • ત્યારબાદ ચાર વિકલ્પ માંથી જે વિકલ્પની મદદથી અરજી ટ્રેક કરવા ઈચ્છતા હોય તે વિકલ્પ પસંદ કરો
  • જે વિકલ્પ પસંદ કર્યો તેની માહિતી દાખલ કરો
  • હવે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે માહિતી તમારી સમક્ષ રજૂ થઈ જશે.

યુડીઆઇડી કાર્ડ શું છે ?

  • UDID નું ફૂલ ફોર્મ Unique Disability ID છે એટલે કે દિવ્યાંગ લોકો આ કાર્ડ મેળવી શકે છે અને આ કાર્ડ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મેળવી શકે છે.
  • આશા રાખું છું કે UDID Card Online Apply કેવી રીતે કાઢવું તેની સંપૂર્ણ વિગત મળી ગઈ હશે અને કે લોકોને આ માહિતીની જરૂર છે તે લોકોને અમારો આ લેખ શેર કરવા વિનંતી, ધન્યવાદ.
  • શિક્ષણની તમામ અપડેટ ફાસ્ટ મેળવવા માટે નીચે આપેલી ચેનલને ઓપન કરી જમણી બાજુ લખેલ follow બટન પર ક્લિક કરો*  https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y 

Post a Comment

0 Comments