ગુજરાતમાં વરસાદનું ફરી આગમન સવારમાં ઊઠતા જ આ જિલ્લામાં પાણી જ પાણી
- બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારના 6 કલાકથી ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દેશે...
💥 આજે ગુજરાતના આ 10 જિલ્લામાં મેઘ તાંડવ / કયા જિલ્લાઓમાં એલર્ટ જાહેર જોવા માટે અહીં ક્લિક કરો
- 3 તારીખ સવારે 6 કલાકે ગુજરાતમાં પ્રવેશનાર આ ડિપ્રેશન 9 વાગ્યા સુધી સુરત પહોંચી જશે અને સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે. તમે તસવીરોમાં જોઈ શકો છે ડિપ્રેશન સવારના 9 કલાક સુધી સુરત પરથી પસાર થશે. સુરતીઓ કાલે સવારે એલર્ટ રહેવાની જરૂર છે.
- સુરતથી નીકળીને આ ડિપ્રેશન ભાવનગર પહોંચશે. ભાવનગરમાં બપોરના 1 કલાકથી વરસાદ શરૂ થઈ જશે. અહીંથી અરબી સમુદ્રના પવનો ડિપ્રેશનને યુ ટર્ન લેવડાવશે અને આ ભારે વરસાદ સાથે સર્જાયેલું ડિપ્રેશન વડોદરા પહોંચશે. અહીંથી વડોદરાવાસીઓની મુશ્કેલીઓ વધવાનું શરૂ થશે. વડોદરા વાસીઓએ ફરી એકવાર એલર્ટ થવું પડશે નહીં તો ફરી ઘરોમાં પાણી ભરાશે...
- આ ડિપ્રેશનને પગલે સૌથી વધારે ખરાબ હાલત વડોદારાની રહેશે. વડોદરામાં બપોરના 2થી રાતના 8 કલાક સુધી આ ડિપ્રેશન સ્થિર રહેશે. જેને પગલે અહીં ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. વડોદરા વાસીઓ માટે કાલનો દિવસ અતિભારે રહેશે. વડોદરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. એટલે તંત્ર પણ એલર્ટ રહે એ જરૂરી છે.
- આ ડિપ્રેશન 3 તારીખ બાદ ફરીથી 4 તારીખની વહેલી સવારે ફરીથી વડોદરા પર આવશે. 24 કલાક આ ડિપ્રેશન વડોદરાને ધમરોળી નાખે તેવી પૂરી સંભાવના છે. વડોદરા વાસીઓ માંડ પહેલા ડિપ્રેશનની અસરમાંથી હજુ બહાર આવ્યા નથી ત્યાં ફરી વડોદરા માટે મોટુ જોખમ આવી રહ્યું છે.
- 4 તારીખે વહેલી સવારે ડિપ્રેશનની અસરથી અમદાવાદ પણ બાકાત નહીં રહે. અમદાવાદમાં વહેલી સવારે ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. આ ડિપ્રેશન મહેસાણાને પણ ઘમરોળી નાખશે. છેક કચ્છ સુધી આ દિવસે અસર દેખાશે. ઉત્તર ગુજરાતમાં આ દિવસે અને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
- ગુજરાતના ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં 4 તારીખે સવારે 11 વાગ્યાની આસપાસ આ ડિપ ડિપ્રેશનથી હાલત ખરાબ થવાની છે. આ ડિપ્રેશન હાલમાં આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં તબાહી મચાવી રહ્યું છે. મહેસાણાવાસીઓ 11મી તારીખે એલર્ટ રહેજો. આ સમયે અંબાજીનો મહામેળો પણ શરૂ થવાનો છે એ સમયે આ ડિપ ડિપ્રેશન ભારે તબાહી મચાવી શકે છે.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં તો મેઘરાજાએ ક્યાંક કહેર તો ક્યાંક મહેર વરસાવ્યો છે. ત્યારે હવે સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
- નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી 40 ટકા વધારે વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય અને તેનાથી વધારે વરસાદ રહેવાની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે રવિવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી.
જેમા તેમણે જણાવ્યુ હતુ કે, દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. બીજી સપ્ટેમ્બરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
- જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. 3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
4 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 5 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.
disclaimer
read more ::
Ration Card Download: શું તમારુ રેશન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ટેન્શન ના લો ! અને આ રીતે માત્ર 5 મિનિટમાં ઘરે બેઠાં કરો ડાઉનલોડ
Jio ગ્રાહકોને ગિફ્ટ મળશે, 100GB સુધી સ્ટોરેજ ફ્રીમાં મળશે, તેઓ તેને ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે.
Ration Card eKYC 2024: આ તારીખ સુધી આટલું કામ નઈ કરો તો રાશન મળવાનું બંધ થઇ જશે, જાણો સંપુણઁ માહિતી
Bajaj Finance Markets Loan : બજાજ ફાઇનાન્સમાં મળશે વ્યક્તિગત લોન અને વ્યવસાય લોન, જુઓ લોન ના નિયમ અને શરતો, જાણો વધુ માહિતી
Telegram Ban News: અબજોપતિ ટેલિગ્રામના CEO પાવેલની ધરપકડ, શુ સાચેજ ટેલિગ્રામ ભારતમાં બંધ થશે? અહીંથી જાણો તમામ માહિતી
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
read more my ewbsite aartikal ::
🌐🌀 *1 સપ્ટેમ્બર: રાજ્યમાં ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.*
🌐🌀 *2 સપ્ટેમ્બર: ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપરાંત આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને ભાવનગરમાં યલો એલર્ટ છે. જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે*
🌐🌀 *3 સપ્ટેમ્બર: ભરૂચ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે*
🌐🌀 *4 સપ્ટેમ્બર: આણંદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે*
🌐🌀 *5 સપ્ટેમ્બર: કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે*