Edu News GSEB Exam Pattern 2025: ધોરણ 9-11 ની પરીક્ષા પદ્ધતિમાં થયો મોટો ફેરફાર, હવે પરીક્ષા પાસ કરવી સરળ
Edu news grup
Edu News GSEB Exam Pattern 2025: ધોરણ 9-11 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે, કારણ કે હવે તમારે પરીક્ષા પાસ કરવી વધુ સહેલી બની છે. ગુજરાતી શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, આ ફેરફારથી વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવી વધુ સરળ બની છે. તો ચાલો જાણીએ ગુજરાતી શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં શું ફેરફારો કરવામાં આવ્યા.
નવી શિક્ષણ નીતિ અંતર્ગત ફેરફારો કરવામાં આવ્યા |GSEB Exam Pattern 2025
- ધોરણ નવ અને ધોરણ 11 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 04/09/2024 ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, આ પરિપત્રમાં જણાવ્યું છે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ નવ અને ધોરણ 11 માં પરીક્ષાની એક સૂત્રતા જળવાઈ રહે તે માટે પરીક્ષા પદ્ધતિ સરળ બનાવવામાં આવી છે.
- ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને ધોરણ 11ના તમામ પ્રવાહ માટે આ નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં મૂકવાની રહેશે. તો ચાલો પહેલા જોઈ લઈએ કે હાલ સુધી ચાલતી પરીક્ષા પદ્ધતિ અને પછી સુધારેલ પરીક્ષા પદ્ધતિ.
હાલ સુધીની પરીક્ષા પદ્ધતિ અને સુધારેલ પરીક્ષા પદ્ધતિ
- હાલ સુધી ચાલી આવતી પરીક્ષા પદ્ધતિમાં ધોરણ 9 અને ધોરણ 11 ના તમામ પ્રવાહમાં 20% હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવતા હતા અને 80% વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવતા હતા તેમજ વર્ણનાત્મક પ્રશ્ન માં આંતરિક વિકલ્પ આપવામાં આવતા હતા (જેમ કે પહેલા પ્રશ્નના અથવા મ પહેલો પ્રશ્ન)
- પરંતુ હવે નવી સુધારેલી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ધોરણ 9 અને ધોરણ 11ના તમામ પ્રવાહમાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે અને 70% વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે તેમજ વર્ણનાત્મક પ્રશ્નોમાં હવે જનરલ વિકલ્પ આપવામાં આવશે (આપેલા સાત પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ લખો)
પરીક્ષા પાસ કરવી સરળ થઈ
- નવી પરીક્ષા પદ્ધતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવા માટે રાહત મળશે કારણ કે નવી પરીક્ષા પદ્ધતિમાં હેતુલક્ષી પ્રશ્નો નો ગુણભાર વધ્યો છે આ ઉપરાંત વર્ણનાત્મક પ્રશ્નમાં પણ જનરલ વિકલ્પો આપવામાં આવશે જેથી જૂની પરીક્ષા પદ્ધતિ કરતા નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા પરીક્ષા પાસ કરવામાં સરળતા પડે છે.
આ પણ વાંચોઃ-17 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે પિતૃ પક્ષનો આરંભ, આ છે શ્રાદ્ધની તિથિ… |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
read more my ewbsite aartikal ::