Hot Posts

6/recent/ticker-posts

PENSHN yojna old PENSHN જૂની પેંશન યોજના ક્યારે?17 સપ્ટેમ્બરે પેન ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે.

જૂની પેન્શન યોજનાની માંગને સાથે રાજ્ય પ્રા.શિક્ષક સંઘ દ્વારા આંદોલન.



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમની વર્ષગાંઠના દિવસે ગુજરાતની મુલાકાતે આવવાના છે. એ જ દિવસે ગુજરાત સરકારના કર્મચારીઓ આંદોલનના મંડાણ કરી રહ્યા છે.

✅ બ્રેકીંગ news 


સરકારી કર્મચારીઓની હડતાળ મોકુફ: PM મોદીના ગુજરાત પ્રવાસ બાદ 5 દિવસમાં વાત સાંભળવામાં આવશે તેવી સરકારે બાંયેધરી આપી 

  17 સપ્ટેમ્બરે પેન ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે.


ગુજરાત સરકારના 24,000 શિક્ષકો અને અન્ય કર્મચારી સહિત કુલ 90000 કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકારે 2022માં વિધાનસભા ચૂંટણી પહેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની જાહેરાત કરેલી, પરંતુ એ પછી સરકાર અમલ કરવાનું ભુલી ગઇ.


વડપ્રધાનના જન્મદિન તા.17/9 થી તબક્કાવાર આંદોલનનો થશે આરંભ.




 રાજય પ્રાથમિક શિક્ષક સંઘની તાજેતરમાં ઑનલાઈન કાર્યવાહક (સંકલન) સભા મળેલ. જેમાં તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘોના પેન્શન યોજના અંગે અભિપ્રાય લેવામાં આવ્યા. તમામ જિ.પ્રા.શિ.સંઘોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે નવી પેન્શન યોજના UPS લાવવામાં આવેલ છે જેનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે તથા રાજયમાં તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં નોકરીમાં જોડાયેલ કર્મચારીઓ માટે સરકારશ્રી સાથે તા. ૧૬/૦૯/૨૦૨૨ના રોજ થયેલ સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવામાં આવે અને તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવામાં આવે. સમગ્ર દેશમાં ભાજપ શાસિત રાજયોમાં સને. ૨૦૦૫ પહેલાં નોકરીમાં જોડાયેલ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવામાં આવેલ છે જયારે ગુજરાત સરકારે લેખિત બાંહેધરી આપેલ હોવા છતાં પરિપત્ર કરવામાં આવેલ નથી. સરકારશ્રી સાથે સમાધાન થયે આગામી તા.૧૬/૦૯/૨૦૨૪ના રોજ બે વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે જો તા. ૧૬/૦૯/૨૦૨૪ સુધીમાં ઠરાવ બહાર પાડવામાં નહીં આવે તો ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ છે. આ બાબતે રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિન પટેલના જણાવ્યા અનુસાર આગામી તા.૧૭/૯/૨૦૨૪ મંગળવારના રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો OPSના લોગો ધારણ કરી શાળમાં ફરજ બજાવશે સાથે તે દિવસની તમામ ઓનલાઇન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. ત્યારબાદ માસ ઓક્ટોબર-૨૦૨૪ ની તા.૬, ૧૩, ૨૦ અને ૨૭ તારીખે એટલે કે દર રવિવારે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ઝોન વાઈઝ એક દિવસીય ધરણાં કાર્યક્રમ બપોરે ૧૨ થી ૪ કલાક સુધી યોજાશે. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંગઠન એ શિક્ષણ સહિત શિક્ષકની ચિંતા કરતું આગવું સંગઠન છે. તેથી બાળકોના શિક્ષણની ચિંતા કરી બાળકોનું શિક્ષણ બગડે નહીં તેમજ ઓક્ટોબર માસમાં બાળકોની સત્રાંત પરીક્ષાઓ આવતી હોઈ બાળકોના શિક્ષણના વિશાળ હિતને ધ્યાને લઈ શિક્ષણના ભોગે લડત કાર્યક્રમ નહીં ને ધ્યાને રાખી દર રવિવારે ઝોન વાઈઝ ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવેલ છે.સને.૨૦૦૫ પહેલાંના કર્મચારીઓ માટે જયાં સુધી સરકારશ્રીએ સ્વિકાર્યા મુજબ પરિપત્ર નહીં થાય ત્યાં સુધી આંદોલન કાર્યક્રમ ચાલુ રહેશે તેવો હુંકાર કરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ UPS પેન્શન સ્કીમમાં ઘણી બધી ખામીઓ હોઈ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ OPS માટેની માંગણી કરે છે અને જ્યાં સુધી તમામ કર્મચારીઓને OPS નહીં મળે ત્યાં સુધી દેશ લેવલના જે કાંઈ આંદોલન કાર્યક્રમો થશે તેમાં ગુ.રા.પ્રા.શિ.સંઘ જોડાશે.તા.૧૭/૦૯/૨૦૨૪ દેશના વડાપ્રધાન નરેન્દ્ મોદીનો જન્મ દિવસ છે તો તે દિવસે તા.૧૯/૦૯/૨૦૨૨ના રોજ સને. ૨૦૦૫ પહેલાંના કર્મચારીઓ અને શિક્ષકો માટે થયેલ સમાધાનનો પત્ર – પ્રેસનોટ, ફોટોગ્રાફસ ગુજરાતના તમામ શિક્ષકો પોતાના સોશ્યલ મીડિયા પર મૂકવા તેમજ મુખ્યમંત્રી અને કમિટિમાં સમાવિષ્ટ પાંચેય મંત્રીઓને મોકલવા રાજ્ય સંઘ દ્વારા આદેશ કરાયો હોવાનું

16-9-2022 ના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2005 પહેલા ના કમૅચારી ને જૂની પેનશન નો વિકલ્પ આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી...  

(માનનીય જીતુભાઇ વાઘાણી સાહેબ અને 5 કમિટી મેમ્મ્બર્સ )

@.. કેન્દ્ર સરકાર નરેન્દ્ર ભાઇ મોદીએ 2005 પહેલા  કમૅચારી ને જૂની પેનશન નો વિકલ્પ આપ્યો છે.. આ કમૅચારી ના સી પી એફ ખાતા બંધ કરી જી પી એફ ખાતા ખોલવામાં આવ્યા..    .......,...                                

@.. ઉત્તર પ્રદેશ રાજ્ય યોગી સરકારે કેન્દ્ર સરકાર ના ધોરણે નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ ના પગલે ચાલીને કેન્દ્ર ના ધોરણે  2005 પહેલાના કમૅચારી ને જૂની પેનશન નો વિકલ્પ પસંદ કરવા ની કેબીનેટ મા મંજૂરી આપી.. અને તરત જ ઠરાવ કરીને આ કમૅચારી ના સી પી એફ ખાતા બંધ કરી જી પી એફ ખાતા ખોલવામાં આવ્યા.....,               

@.. મોટા ભાગના રાજ્ય મા 2005 પહેલા ના કમૅચારી ને કેન્દ્ર ના ધોરણે જુની પેનશન જી પી એફ મા સમાવેશ કરવામાં આવ્યો છે.       

@..... 2005 પહેલા નિમણૂંક પામેલા કમૅચારી જૂની પેનશન જી પી એફ ના હકદાર જ છે કારણ કે આ કમૅચારી ની નિમણૂંક થઈ ત્યારે જૂની પેનશન જી પી એફ યોજના ચાલુ હતી... ત્યારે સી પી એફ યોજના નો જન્મ થયો ન હતો... આ કમૅચારી ને જૂની પેનશન જી પી એફ વિકલ્પ પસંદ કરવા ની મળવી જોઈએ... ....... 

@... કેન્દ્ર મા મોદી સરકાર  છતા ગુજરાત રાજ્ય કેન્દ્ર સરકાર ના ધોરણે 2005 પહેલા ના કમૅચારી ને જૂની પેનશન જી પી એફ આપવામાં અન્ય રાજ્ય કરતાં પાછળ કેમ... આટલી ઢીલ શા માટે??. 

@.. 16-9-2022 ના રોજ ગુજરાત સરકાર દ્વારા 2005 પહેલા કમૅચારી ને કેન્દ્ર સરકાર ના ધોરણે જુની પેનશન જી પી એફ આપવા આવશે એવી જાહેરાત ટીવી મીડિયામાં.. ન્યૂઝ ચેનલ. ન્યૂઝ પેપર... તેમજ ગુજરાત સરકાર ના મુખપત્ર મા લેખિત મા આપ્યુ... મોદી સાહેબ.. અમિત શાહ.. ભુપેન્દ્ર ભાઇ પટેલ ના ફોટા સાથે જાહેરાત કરવામાં આવી...... આપેલા વચન પ્રમાણે 2005 પહેલા નિમણૂંક કમૅચારી ને કેન્દ્ર સરકાર ના ધોરણે જુની પેનશન જી પી એફ નો વિકલ્પ પસંદ કરવા નો ઠરાવ કરી સી પી એફ ખાતા બંધ કરી જી પી એફ ખાતા ખોલવામાં આવે........ કેન્દ્ર સરકાર ના ધોરણે 2005 પહેલા ના હકદાર કમૅચારી ને જુની પેનશન જી પી એફ નો વિકલ્પ કયારે?????????

જાણો : read more ::

Jio ગ્રાહકોને ગિફ્ટ મળશે, 100GB સુધી સ્ટોરેજ ફ્રીમાં મળશે, તેઓ તેને ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે.

 Ration Card eKYC 2024: આ તારીખ સુધી આટલું કામ નઈ કરો તો રાશન મળવાનું બંધ થઇ જશે, જાણો સંપુણઁ માહિતી

Bajaj Finance Markets Loan : બજાજ ફાઇનાન્સમાં મળશે વ્યક્તિગત લોન અને વ્યવસાય લોન, જુઓ લોન ના નિયમ અને શરતો, જાણો વધુ માહિતી 

Telegram Ban News: અબજોપતિ ટેલિગ્રામના CEO પાવેલની ધરપકડ, શુ સાચેજ ટેલિગ્રામ ભારતમાં બંધ થશે? અહીંથી જાણો તમામ માહિતી


અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more my ewbsite aartikal ::


વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0 Comments