Indian Team Captain: ટેસ્ટ ક્રિકેટમાં રોહિત પછી કોણ સંભાળશે ભારતીય ટીમની કમાન, આ 3 નામ સૌથી વધુ ચર્ચામાં
Indian Team Captain: ભારતીય ટિમ કેપ્ટન: હાલ ભારતીય ટિમ ન્યુઝીલેંડ સામે ટેસ્ટ સીરિઝ રમે છે અને ત્યાર પછી ઓસ્ટ્રેલીયા સામે રમશે. ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 -25 સુધીમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. તાજેતરમાં ભારતીય ટીમને ICC T20 વર્લ્ડ કપ પણ જિતાડયો છે. પણ હવે જોવાનું એ છે કે જૂન 2025 માં ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે. અને ભારતીય ટિમ ફાઇનલ માટે દાવેદાર છે. પણ આ ફાઇનલ રમી ગયા પછી રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી ભારતીય ટીમની કમાન કોણ સંભાળશે. જેમાં આ 3 નામો સૌથી વધુ ચર્ચામાં છે.
Indian Team Captain
- ભારતીય ટિમ ન્યુઝીલેંડ સામે ટેસ્ટ સીરિઝ રમી રહી છે અને તેમાથી ન્યૂઝીલેન્ડે 2-0 થી સીરિઝ જીતી લીધી છે. અને આગમી ત્રીજી ટેસ્ટ વાંખેડે સ્ટેડિયમ પર રમવવાની છે. એવામાં હવે ચર્ચા ઉઠી છે કે રોહિત શર્મા પછી ટેસ્ટ ટીમનો કેપ્ટન કોણ બની શકે છે. કારણ કે રોહિત 37 વર્ષનો થઈ ગયો છે. અને લાંબા સમય સુધી કેપ્ટન રહેવું મુશ્કેલ છે. જો ભારતીય ટિમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોચે છે તો આ ટાઇટલ પછી રોહિત શર્મા નિવૃતિ લઈ શકે છે.
આ પણ વાંચો: નવીન વિદ્યાસહાયક ભરતી 2024: જાણો કયા જિલ્લા માં કેટલી ભરતી થશે. ભરતી લિંક તમામ સમાચાર
ભારતીય ટિમ કેપ્ટન
1. ઋષભ પંત
- અત્યારે એવા 3 ખેલાડી છે કે જે ટેસ્ટ ફોર્મેટમાં રોહિત શર્મા પછી કેપ્ટનના દાવેદાર છે. જેમાં સૌથી પહેલા ઋષભ પંત. ટેસ્ટ ફોર્મેટમાં બેટ્સમેન અને વિકેટકીપર તરીકે પંતનો અદ્ભુત અને ઉતમ રેકોર્ડ છે. ઋષભ પંત ભારત માટે 37 મેચમાં 43.54ની શાનદાર એવરેજ સાથે 2569 રન બનાવ્યા છે. જેમાં 6 સતક અને 12 અર્ધસતક નો સમાવેશ થાય છે.
2. શુભમન ગીલ
- બીજો દાવેદાર છે શુભમન ગીલ. લોકો કહે છે કે તેની બેટિંગ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવી જલક દેખાઈ છે. આ સાથે ગિલે ODI અને T20 ફોર્મેટમાં ટિમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન અને કેપ્ટન તરીકે રહી ચૂક્યા છે. તેમજ ગિલે અત્યાર સુધી 28 ટેસ્ટ મેચમાં 1709 રન બનાવ્યા છે અને જેમાં 5 સતક અને 6 અર્ધ સતકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Supreme Court big decision on Aadhaar Card : સુપ્રિમ કોર્ટે આધાર કાર્ડ ની જન્મ તારીખને લઈને આપ્યો અજીબ ચુકાદો
3. જસપ્રીત બૂમરાહ
- રોહિત સહરમાં પછી કેપ્ટન પદ પર ત્રીજા નંબરે જસપ્રીત બૂમરાહનો સમાવેશ થાય છે. ટિમ ઇન્ડિયાનો આ ખેલાડી માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર માનો એક છે. બૂમરાહે 40 ટેસ્ટ મેચમાં 173 વિકેટ લીધી છે. અને ટેસ્ટ ક્રિકેટમાં 1 ઇનિંગમાં 10 વખત 5 વિકેટ લીધી છે. આ સાથે બૂમરાહે 89 ODI માં 149 વિકેટ અને 70 T20 મેચોમાં 89 વિકેટ લીધી છે.
મહત્વ પૂર્ણ લિન્ક
હોમ પેજ અહીં ક્લિક કરો |
|
અમને ગૂગલ ન્યુસ પર ફોલો કરો |
|
વોટ્સઅપ ગ્રુપમાં જોઇન થાઓ |
read more my ewbsite aartikal ::