૯ માર્ચે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો આરંભ 15 લાખ કન્યાઓના ખાતામાં જમા થશે રકમ, જાણો વિગતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 9 માર્ચે અંદાજિત ₹1500 કરોડની નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓનો પ્રારંભ અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલથી કરશે.
નમો લક્ષ્મી યોજના |
- રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે ઉદ્દેશથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત ₹50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે.
આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે.
👉આ યોજનાથી ધોરણ 9 થી 12 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે.
નમો લક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ 2024-25માં અંદાજિત ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના |
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે.
- વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે.
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ 2024-25 માં ₹250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
DBT (Direct Beneficiary Transfer)થી લાભ |
Read More::::: મોંઘવારી ભથ્થુ વધારો: કર્મચારીઓને હોળી પર મળશે ગુડ ન્યુઝ, આટલા ટકા વધશે મોંઘવારી ભથ્થુ; જાણો તમારો પગાર કેટલો વધશે
આ જુઓ:- exam & samar vecation date
- ❤નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના કારણે દર વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓને સીધા DBT (Direct Beneficiary Transfer)થી નાણાકીય સહાયનો લાભ મળશે.
- ❤નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના શુભારંભની સાથે-સાથે જ્ઞાનસેતુ મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનસાધના મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એક્સલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સ હેઠળ 60,000થી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત ₹61 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવશે.
- ❤રાજ્ય સરકારનું માનવું છે કે આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણમાં, તેમાં પણ ખાસ કરીને કન્યાઓના શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધાર થશે.
- ❤ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણ માટેની કુલ બજેટ જોગવાઇ છેલ્લા પાંચ વર્ષમાં બમણાથી વધુ કરવામાં આવી છે.
લોગીન પ્રક્રિયા ચેટ બોર્ડ
- I just explored the Namo Lakshmi chatbot 💬 on SwiftChat. It’s an exciting new experience 🤩, do check out:
લાઈવ પ્રસારણ જુવો |
માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને *જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલ, ઘાટલોડિયા, અમદાવાદ* ખાતે *નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ* તેમજ *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ* અંતર્ગત વિકસાવવામાં આવેલ *સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ સુવિધાઓ* ના લોકાર્પણ માટેનો કાર્યક્રમનું જીવંત પ્રસારણ *તા.09-03-2024 શનિવારના રોજ સવારે 9:00 કલાકે Youtube ની Gujarat e-Class ચેનલ પર તથા બાયસેગની વંદે ગુજરાત ચેનલ નં.5* પર પ્રસારણ થનાર છે
ઉપરોક્ત પ્રસારણ આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓ,આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા એસ.એમ.સી./એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ તમામ વાલીશ્રીઓ હાજર રહીને આ કાર્યક્રમને નિહાળે તે આપની કક્ષાએ સુનિશ્ચિત કરશો.
Youtube Gujarat e-Class Link :
https://www.youtube.com/live/cR4I_taXuKs?si=n-LOgJy3BBEpyVgr
બાયસેગ પર નિહાળવા માટે:
વંદે ગુજરાત ચેનલ નં.5
💘અમારી WHATSAPP ચેનલ જોઇન કરો અહિં ક્લીક કરો
💘વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
💘Follow us on Google News Click here