મોંઘવારી ભથ્થુ વધારો: સરકારી કર્મચારીઓ આનંદો, સરકારે કર્યો મોંઘવારી ભથ્થામા 4 ટકાનો વધારો
8 મહિના નું એરીયર્સ આ રિતે ચૂકવશે
મોંઘવારી ભથ્થુ વધારો: DA HIKE: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ આવી રહ્યા છે. ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામા 1 જુલાઇથી 4 ટકાનો વધારો જાહેર કર્યો છે. કર્મચારીઓને 1 જુલાઇથી 29 ફેબ્રુઆરી સુધીનુ એરીયસ પણ મળવાપાત્ર થશે.
- 📢રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરવામા આવ્યો છે.
- 📢રાજય સરકારના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળવાપાત્ર થશે.
- 📢1 જુલાઇથી આ વધારો જાહેર કરવામા આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવનાર છે.
- 📢સાથે સાથે એન.પી.એસ.ના કર્મચારી ઓ માટે પણ સરકારે આવરદાયક જાહેરાત કરી છે. એ મુજબ કર્મચારીઓના 10 ટકા ફાળો આપવાનો રહેશે સામે રાજ્ય સરકાર 14 ટકા આપશે.
- 📢મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ અગત્યના નિર્ણયો કરવામા આવ્યા છે.
- 📢મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ ને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો આપવાની જાહેરાત કરી છે. જે મુજબ 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવામા આવશે.
- 📢સરકારે જાહેર કરેલા આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
- 📢મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં કર્મચારીઓને ચૂકવવામા આવશે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓ માટે ત્રીજો નિર્ણય લેતા પણ અગત્યની જાહેરાત કરી છે. જે મુજબ એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ મુજબ ગણતરી કરવામા આવતી હતી. તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
-
મળતી માહિતી મુજબ આજે જાહેર કરાયેલ આ મોંઘવારી ભથ્થા મા વધારા નુ એરીયસ એટલે કે 1 જુલાઇ ૨૦૨૩ થી 29 ફેબ્રુઆરી 2024 સુધીનુ 8 માસનુ કુલ 3 હપ્તામા ચૂકવવામા આવશે. એટલે કે, જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની થતી તફાવત ની રકમ માર્ચ-2024 ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર ની સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મચારીઓને ચુકવવામાં આવનાર છે.
ગુજરાત નું ભરતી ,શિક્ષણ નું મોટું ગ્રુપ
WhatsApp ગ્રુપ જોડાઓ અહીંયા જોડાઓ